શું ઉદ્ધવ સરકાર પડી જશે? જાણો આ સવાલ પર પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસનો જવાબ
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે મંગળારના અચાનક રાજકિય સંકટના સામાચારે જોર પકડ્યું છે. એનસીપી પ્રમુખ શરદ પવારે જ્યારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી ત્યારથી અટકળોનું બજાર ગરમાવા લાગ્યું હતું. થોડા સમયમાં એનસીપી અને શિવસેનાએ મોરચો સંભળાતા કહ્યું કે ઉદ્ધવ સરકારને કોઈ ખતરો નથી. સાંજે પૂર્વ CM દેવન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં પણ તમામ લોકો આ સવાલનો જવાબ જાણવા ઈચ્છતા હતા કે આખરે ભાજપની આગળની રણનીતિ શું છે. પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસથી જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો કે, ઉદ્ધવ સરકાર પડ જશે? તો તેના પર તેમણે જવાબ આપાત કહ્યું કે, ભાજપનો ફોકસ કોરોનાને લડત આપવા પર છે, અમારે રાજકારણમાં કોઈ રસ નથી.
ફડણવીસે કહ્યું, "અમારે સરકારની સ્થાપના કરવાની જરૂર નથી. આ સરકાર આંતરિક વિખવાદમાં પડી જશે. અમારો પ્રયાસ તેમને ભગાડવાનો નથી, તેમને જાગૃત કરવાનો છે. વિપક્ષ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, શાસક પક્ષના લોકો દ્વારા આવી ચીજો ફેલાવવામાં આવી રહી છે. તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ કરી રહ્યા છે. "
ગઠબંધનની સરકાર પર નિશાન સાધતા ફડણવીસે કહ્યું કે, "ઠાકરે સરકારમાં કોઈ સમન્વય નથી. કોંગ્રેસ-એનસીપી અને મુખ્યમંત્રીના જુદા જુદા નિવેદનો બહાર આવે છે. રોજિંદા નિર્ણય લેવામાં આવે છે અને અન્ય દિવસોમાં બદલાવ આવે છે."
આ પૂછવા પર કે ઉદ્ધવ સરકાર યોગ્ય રીતે કામ કરે છે? તેના પર ફડણવીસે કહ્યું, "હું તેમને સર્ટિફિકેટ આપવા નથી બેઠો. આ સમયે રાજ્યમાં મજબૂત રાજકીય નેતૃત્વની જરૂર છે. મને આશા છે કે ઉદ્ધવ જી હિંમતવાન નિર્ણયો લેશે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે