આ શું થઈ રહ્યું છે? થરુર મામલે ભાજપે કર્યો હલ્લા બોલ, 'આ તો થવાનું જ હતું', કોંગ્રેસને ગાંધી પરિવારની કંપની ગણાવી

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શશિ થરુર અને કોંગ્રેસ વચ્ચે હાલ શું ચાલી રહ્યું છે તે તો ભગવાન જાણે પરંતુ ભાજપના નેતા અમિત માલવીયએ એક પોસ્ટ કહીને હડકંપ મચાવ્યો છે. જાણો શું લખ્યું છે તે પોસ્ટમાં?

આ શું થઈ રહ્યું છે? થરુર મામલે ભાજપે કર્યો હલ્લા બોલ, 'આ તો થવાનું જ હતું', કોંગ્રેસને ગાંધી પરિવારની કંપની ગણાવી

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા શશિ થરુરને પોતાની જ પાર્ટીમાં  'હાંસિયામાં ધકેલવું' અનિવાર્ય હતું. કારણ કે તેમણે ગાંધી પરિવાર દ્વારા 'નોમિનેટેડ' મલ્લિકાર્જૂન ખડગે વિરુદ્ધ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી લડી હતી. ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવીયએ એ પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ બીજુ કઈ નહીં પરંતુ ગાંધી પરિવારના 'સ્વામિત્વવાળી કંપની' છે. 

માલવીયએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે કોંગ્રેસમાં શશિ થરુરને હાશિયામાં ધકેલવા જરૂરી હતા. કારણ કે તેમણે ગાંધી પરિવારના ઉમેદવાર મલ્લિકાર્જૂન ખડગે વિરુદ્ધ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનું સાહસ કર્યું હતું. માલવીયએ વધુમાં લખ્યું કે કોંગ્રેસ, આખરે ગાંધી પરિવારના સ્વામિત્વવાળી કંપની સિવાય કશું જ નથી. 

કેમ ચર્ચામાં છે શશિ થરુર
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરુર હાલ ચર્ચામાં છે. સંકેત મળી રહ્યા છે કે થરુર અને પાર્ટી વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ સાથે બધું ઠીક છે તો તેમણે કઈ ટિપ્પણી કરી નહીં અને એમ કહીને સવાલ ટાળી દીધો  કે આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મેચ છે. 

— Amit Malviya (@amitmalviya) February 24, 2025

પીએમ મોદી વિશે કરી આ વાત
છેલ્લા કેટલાક ઘટનાક્રમો પર નજર ફેરવીએ તો થરુરનું હાલનું નિવેદન  કોંગ્રેસને ગમ્યું નથી. તેમણે પીએમ મોદી અને ટ્રમ્પની બેઠકના વખાણ કર્યા હતા. થરુરે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને ઉત્સાહજનક ગણાવી હતી. આ સાથે તેમણે F-35 ફાઈટર જેટને ભારત માટે કિંમતી ગણાવ્યા જ્યારે કોંગ્રેસના અન્ય નેતાઓ તેને બેકાર અને મોંઘા ગણાવતા હતા. 

કેરળની LDF સરકારના વખાણ
આ ઉપરાંત થરુરે કેરળમાં પણ એલડીએફ સરકારના વખાણ કર્યા. તેમણે કેરળની એલડીએફ સરકાર દ્વારા સ્ટાર્ટઅપ અને ઈન્ડસ્ટ્રીના વિકાસના વખાણ કર્યા. જ્યારે કોંગ્રેસે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ સીપીઆઈ(એમ)એ થરુરનું સમર્થન કર્યું. 

પાર્ટી અને થરુરના નિવેદનો વચ્ચે મતભેદને લઈને જ્યારે થરુરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ફક્ત ભારતના હિતની વાત કરતા હતા, પાર્ટીના નહીં. તેમણે કહ્યું કે તેમના લેખમાં ગત કોંગ્રેસ સરકારની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ ન કરવો એ અજાણતા થયું હતું. આ બધા વચ્ચે એવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું થરુર પાર્ટી છોડશે. જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ પાર્ટી નહીં છોડે પરંતુ જો કોંગ્રેસ તેમને નકારશે તો તેમની પાસે બીજા પણ વિકલ્પ છે. જેમ કે પુસ્તક લખવું, લેક્ચર આપવા. તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસની સંગઠનાત્મક ક્ષમતા ભાજપ કરતા નબળી છે. તેમણે  કોંગ્રેસને ચેતવણી આપી કે જો તેઓ પોતાની અપીલ નહીં વધારે તો આગળ પણ વિપક્ષમાં બેસશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news