રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા, બસ કરવું પડશે આ કામ

mp news: રીલ સ્પર્ધા હેઠળ સરકાર યુવાઓને બે લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ આપશે. સ્વચ્છ એમપી રીલ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ 15 એપ્રિલ સુધી ગામમાં કચરા સાથે જોડાયેલી જાગરૂકતા પર રીલ બનાવી અપલોડ કરવી પડશે. 

રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા, બસ કરવું પડશે આ કામ

Swachh MP Reel Contest: મધ્યપ્રદેશમાં હવે સરકાર રીલ બનાવવા પર યુવાઓને પૈસા આપશે. રીલ સ્પર્ધા હેઠળ સરકાર યુવાઓને બે લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહન રાશિ આપશે. હકીકતમાં રાજ્ય સરકાર તરફથી સ્વચ્છ એમપી રીલ સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે. તે માટે સ્પર્ધકોએ 15 એપ્રિલ સુધી ગામડામાં કચરા સાથે જોડાયેલી જાગરૂકતા પર રીલ બનાવી સરકાર દ્વારા આપેલી લિંક પર અપલોડ કરવી પડશે. 

પંચાયત તથા ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સ્પર્ધાની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યભરમાંથી પ્રાપ્ત રીલોમાંથી સર્વશ્રેષ્ઠ પાંચ સ્પર્ધકોને રોકડ ઈનામ આપવામાં આવશે. 

સ્વચ્છતા પર બનાવો રીલ
મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે ગામમાં ગંદકી ન થાય, તે માટે કચરા મેનેજમેન્ટ પર બધાએ સાથે મળી કામ કરવું પડશે. આ ઉદ્દેશ્યથી સ્વચ્છ એમપી રીલ સ્પર્ધા શરૂ કરવામાં આવી રહી છે. આ સ્પર્ધા હેઠળ યુવા યુવકો-યુવતીઓ અને અને અન્ય લોકો સ્વચ્છતા તથા સારી આદતો પર રીલ બનાવી મોકલી શકે છે. 

રીલ બનાવવા પર મળશે ઇનામ
પ્રહલાદ પટેલે કહ્યુ કે આ આ પહેલથી ન માત્ર સ્પર્ધકોને આર્થિક પુરસ્કાર પ્રાપ્ત થશે, પરંતુ સમાજને જાગરૂત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેથી બધાને વિનંતી છે કે એકવાર કેમેરો ઉઠાવો અને સ્વચ્છતાના સંદેશની સાથે રીલ બનાવવા માટે આગળ આવો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની કલ્પના કરી હતી. તેને સાકાર કરવા માટે સરકારે 'કચરો નહીં, આ કંચન છે'નો સંદેશ આપ્યો છે. જો કચરો સરખી રીતે અલગ કરવામાં આવે તો તે આવકનો સ્ત્રોત બની શકે છે. 

આ લિંક પર કરો અપલોડ
સ્વસ્છતા પ્રત્યે જાગૃતિ સંબંધી રીલ બનાવી https://mp.mygov.in/task/swachh-madhya-pradesh-reel-making-contest… પર રજીસ્ટ્રેશન કરી રીલ અપલોડ કરવી પડશે. તેમાં પ્રથમ પુરસ્કાર સ્વરૂપે 2 લાખ રૂપિયા છે. મંત્રી પ્રહલાદ પટેલે આગ્રહ કર્યો કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ એમપી રીલ સ્પર્ધામાં ભાગ લઈને http://mp.mygov.in પર 15 એપ્રિલ સુધી અપલોડ કરે. મહત્વનું છે કે પ્રથમ પુરસ્કારમાં બે લાખ રૂપિયા, બીજા પુરસ્કારમાં 2 લાખ રૂપિયા અને ત્રીજા પુરસ્કારમાં 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ સિવાય 25-25 હજાર રૂપિયાના બે પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news