પ્રયાગરાજ મહાકુંભ પછી ક્યારે અને કયા યોજાશે આગામી કુંભ મેળો? શું હશે પૂર્ણ કુંભ કે અર્ધકુંભ?
Kumbh Mela 2027: નાસિકમાં આયોજિત થવાના કુંભને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજન સહિત 38 વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ બેઠતમાં હાજર રહ્યા હતા.
Trending Photos
Nasik Kumbh 2027 Preparations: મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ સમાપ્ત થવા જઈ રહ્યો છે. એક તરફ પ્રયાગરાજમાં મહાકુંભ સમાપ્ત થવાના આરે છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં બુધવાર (26 ફેબ્રુઆરી)થી યોજાનાર પૂર્ણ કુંભની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. નાસિકમાં આ સિંહસ્થ કુંભનું વર્ષ 2027માં આયોજન કરવામાં આવશે. આ અંગે સીએમ દેવેન્દ્ર ફડણવીસે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજન સહિત 38 વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રયાગરાજની તર્જ પર સુવિધાઓ પૂરી પાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નાસિક કુંભ 2027ને લઈ તૈયારીઓ શરૂ
મધ્ય રેલવેના જનરલ મેનેજર અને નાશિકની તમામ એજન્સીઓના મુખ્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. રોડ, રેલવે, એર ટ્રાફિક સહિતની માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે નિર્ધારિત કાર્યક્રમ મુજબ સિંધુદુર્ગ જિલ્લાના પ્રવાસ પર રહ્યા હતા.
નાસિક કુંભને લઈ મંત્રી ગિરીશ મહાજને શું કહ્યું?
કુંભ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે, "નાસિકમાં કુંભ સંબંધિત એક બેઠક સીએમ દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર હતા. પ્રયાગરાજ મહાકુંભની તર્જ પર અમે નાસિકમાં પણ તૈયારીઓ કરી રહ્યા છીએ. નાસિકમાં જગ્યા નાની છે, તેથી મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે. છેલ્લી વખત કુંભ યોજાયો હતો, તે સુરક્ષિત અને સારો હતો, આ વખતે તે વધુ સારી રીતે કરવામાં આવશે.
યુપીના અધિકારીઓ પણ નાસિકની મુલાકાત લેશે
તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રના લગભગ 25 અધિકારીઓ 4-5 દિવસ સુધી પ્રયાગરાજમાં રોકાયા હતા. ત્યાંથી મેળવવામાં આવેલી માહિતીને નાસિક કુંભ માટે કરવામાં આવેલી વ્યવસ્થામાં અપનાવવામાં આવશે. આ સિવાય પ્રયાગરાજનો મહાકુંભ પૂરો થયા બાદ તેની સાથે જોડાયેલા ઉત્તરપ્રદેશના અધિકારીઓ પણ મહારાષ્ટ્ર આવશે, તેઓ નાશિક જશે અને સંપૂર્ણ પ્રવાસ કરશે. આ કુંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં મહારાષ્ટ્ર સરકારને મદદ કરશે.
નાસિક કુંભને લઈને બજેટમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં: ગિરીશ મહાજન
ગિરીશ મહાજને વધુમાં કહ્યું કે, “નાસિક કુંભને લઈને સરકાર તરફથી બજેટમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. અહીં પહોંચનારા ભક્તોની સંખ્યા કેટલી હશે તે કહી શકાય નહીં, પરંતુ 12થી 14 કરોડ ભક્તો આવવાની આશા છે. રેલવે સ્ટેશન પર માત્ર બે પ્લેટફોર્મ છે, જેને 4-5 પ્લેટફોર્મમાં ફેરવવામાં આવશે, એરપોર્ટ પર વધુ વિમાનો ઉતરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને વધારાના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે, "હું મહાકુંભનો મંત્રી છું, ભવિષ્યમાં મને પાલક મંત્રીની જવાબદારી આપવામાં આવશે તો હું તેનો સ્વીકાર કરીશ. નાસિક કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધા આપવી એ એક મોટો પડકાર છે. કારણ કે રામકુંડ અને ગોદાવરી નદીના કિનારે જગ્યાની અછત છે." આ સાથે જ તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે