Water Benefits: રોજ બસ આટલા ગ્લાસ પાણી પીવો, 5 બીમારીઓથી મળી જશે છુટકારો
Water Benefits: શિયાળામાં પાણી પીવાની ઈચ્છા વધારે થતી નથી એટલે લોકો મોટી ભુલ કરી બેસે છે. શિયાળામાં પણ શરીરને પાણીની જરૂરીયાત હોય છે. શિયાળા દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેવાથી શરીર નિરોગી રહે છે.
Trending Photos
Water Benefits: ઠંડીની ઋતુમાં તરસ ઓછી લાગે છે. જેના કારણે મોટાભાગના લોકો દિવસ દરમિયાન 1 લીટર પાણી પણ પી શકતા નથી. શિયાળા દરમિયાન પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ અનેક ગણું વધી જાય છે. શિયાળો હોય કે ઉનાળો શરીરને પાણીની જરૂરિયાત એટલી જ રહે છે. જો તમે ઠંડીમાં ઓછું પાણી પીવો છો તો બીમાર પડવાની શક્યતા વધી જાય છે. જો તમે દિવસ દરમિયાન શિયાળામાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો છો તો શરીર નિરોગી રહે છે.
શિયાળામાં ઠંડી હવાના કારણે અને વાતાવરણમાં ઠંડક હોવાના કારણે વધારે તરસ લાગતી નથી. જેના કારણે લોકો એવું માને છે કે પાણી પીવાની પણ જરૂરિયાત હોતી નથી. પરંતુ શિયાળા દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જ શરીરમાં પાણી ઓછું થઈ જાય તો સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે. આજે તમને જણાવ્યું કે શિયાળાની ઋતુમાં કેટલું પાણી પીવું જરૂરી છે અને પાણી ન પીવાથી કઈ સમસ્યા થાય છે ?
શિયાળામાં કેટલા ગ્લાસ પાણી પીવું ?
શિયાળામાં પણ સવારથી લઈને રાત સુધીમાં પાણી પીતા રહેવાની આદત પાડવી જરૂરી છે. શિયાળામાં તરસ ન લાગે તો પણ દિવસ દરમિયાન ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવો. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે પુરુષોએ દિવસ દરમિયાન 10 થી 14 ગ્લાસ પાણી અને મહિલાઓએ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી ઉપરાંત દિવસ દરમિયાન જ્યુસ, દૂધ, નાળિયેર પાણી, પણ પી શકાય છે. તેનાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી.
શિયાળામાં ઓછું પાણી પીવાથી થતી સમસ્યાઓ
1. જો શિયાળામાં તમે પાણી ઓછું પીવો છો તો મોઢું ડ્રાય થઈ જાય છે અને મોઢામાં બેક્ટેરિયા વધી જાય છે. જેના કારણે મોઢામાંથી વાસ પણ આવે છે.
2. શરીરમાં પાણી ઓછું હોય તો પરસેવો પણ થતો નથી અને પેશાબ પણ ઓછો ઉતરે છે જેના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળતા નથી.
3. જો પાણી ઓછું પીવામાં આવે તો માથાની કોશિકાઓ સંકોચાવા લાગે છે. જેના કારણે માથામાં દુખાવો રહે છે.
4. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાના કારણે પેટમાં એસિડનું નિર્માણ વધી જાય છે જેના કારણે ગેસ અને એસિડિટી થઈ શકે છે.
5. શરીરમાં પાણી ઓછું હોય તો ત્વચા ડ્રાય થઈ જાય છે અને કરચલીઓ પડવા લાગે છે. વાળમાં પણ ડેન્ડ્રફ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે