Health Tips: 5 બીમારીઓનો કાળ છે આ ઉપાય, ખાલી પેટ દવાની જેમ ગળી જાવ લસણની 2 કળી અને ઉપર પી લો હુંફાળુ પાણી
Health Tips: સવારે ખાલી પેટ દવાની જેમ 2 કળી લસણ ગળીને તેની ઉપર હુંફાળુ પાણી પી લેવાથી શરીરને 5 બીમારીઓમાં જબરદસ્ત લાભ થાય છે. આ ફાયદાઓ વિશે તમને વિસ્તારપૂર્વક જણાવીએ.
Trending Photos
Health Tips: લસણ એવો લીલો મસાલો છે તે દરેક ભારતીય ઘરમાં હોય છે. લસણથી ભોજનનો સ્વાદ વધે છે તેની સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લસણ ફાયદાકારક છે. લસણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તેમાં અનેક પોષક તત્વ હોય છે. લસણ એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. લસણ ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
સામાન્ય રીતે લસણનો ઉપયોગ દાળ કે શાકમાં વઘાર તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકો લસણ ખાવાનું પણ જાણે છે. પરંતુ લસણ ખાવાની સાચી રીત ઓછા લોકોને ખબર હોય છે. આજે તમને જણાવીએ કે જો સાચી રીતે લસણ રોજ ખાવામાં આવે તો શરીરને તેનાથી કેવા ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2 કળી દવા ખાતા હોય એ રીતે ગળી જેવી અને પછી હુંફાળું પાણી પીવું. આ રીતે લસણ ખાવાથી શરીરના 5 રોગમાં ફાયદો થાય છે.
નબળી ઇમ્યુનિટી
સવારે ખાલી પેટ લસણ ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. લસણમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનાથી શરીરને રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ મદદ મળે છે. નિયમિત રીતે લસણનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરીરને બીમારીઓ તેમજ સંક્રમણ સામે લડવાની ક્ષમતા મળે છે.
નબળું પાચનતંત્ર
સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે બે કળી લસણની ખાવાથી પાચન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે. લસણમાં એવા તત્વ હોય છે જે પાચનને વધારે છે. જેના કારણે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
હાર્ટ પ્રોબ્લમ
સવારે ખાલી પેટ લસણની કળી ખાઈને હૂંફાળું પાણી પીવાથી હાર્ટ હેલ્થમાં સુધારો થાય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ જેવી તકલીફો હોય તેમણે નિયમિત લસણ ખાવું જોઈએ.
વધારે વજન
જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે પણ સવારે ખાલી પેટ લસણ ગળી જવું અને પછી હુંફાળું પાણી પીવું. આ નિયમને રોજ ફોલો કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને શરીરમાં જામેલું વધારાનું ફેટ ઝડપથી બાળવામાં મદદ મળશે.
બોડી ડિટોક્ષ થશે
સવારે ખાલી પેટ લસણ ખાઈને હૂંફાળું પાણી પીવાથી બોડી ડિટોક્ષ કરવામાં મદદ મળે છે લસણમાં સલ્ફર હોય છે જે શરીરમાં વધતા વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. લસણ ખાવાથી લિવર અને કિડની સ્વસ્થ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે