Kidney Damage: શરીરના આ અંગોમાં થતો દુખાવો કિડની ડેમેજનું હોય શકે લક્ષણ, સમયસર ધ્યાન આપવું જરૂરી
Kidney Damage Symptoms: કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો તેના લક્ષણો શરીરમાં દુખાવા તરીકે જોવા મળે છે. અચાનક શરુ થતા આ દુખાવા પર ધ્યાન આપવું જરૂરી હોય છે.
Trending Photos
Kidney Damage Symptoms: કિડની આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે શરીરની બધી જ ગંદકીને બહાર કાઢે છે અને રક્તને સાફ કરવાનો કામ કરે છે. જો કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો તેના લક્ષણો પણ તુરંત જ જોવા મળે છે. પરંતુ મોટાભાગના લોકો આ લક્ષણોને સામાન્ય સમજી ધ્યાન આપતા નથી અને સ્થિતિ ગંભીર થઈ જાય છે. કિડની ડેમેજ થતી હોય ત્યારે શરીરના 5 અંગોમાં દુખાવો અનુભવાય છે.
જો સ્વસ્થ જીવન જેવું હોય તો કિડની સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. જો કિડનીડેમેજ થતી હોય તો તેના લક્ષણો શરીરમાં જોવા મળી જાય છે. જ્યારે આ પ્રકારના લક્ષણો શરીરમાં જોવા મળે ત્યારે જ સતર્ક થઈ જવું જોઈએ. આ 5 અંગોમાં થતા દુખાવાને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી. જો સતત આ અંગોમાં દુખાવો થતો હોય તો તુરંત જ ડોક્ટર પાસે જવું અને હેલ્થ ચેકઅપ કરાવવું.
કિડનીની સમસ્યામાં આ 5 જગ્યાએ થાય દુખાવો
કમર
કિડનીમાં પ્રોબ્લેમ થાય ત્યારે સૌથી પહેલા કમરમાં દુખાવો અનુભવાય છે. આ દુખાવો સામાન્ય રીતે પાછળની નીચે અને પીઠના નીચેના ભાગમાં થાય છે. જ્યાં કિડની હોય ત્યાં જ દુખાવો અનુભવાતો હોય તો સમજી લેવું કે કિડની પર સોજો છે અથવા તો કોઈ સમસ્યા છે.
સાઈડ્સ
કિડનીમાં સોજો કે પથરીની સમસ્યા હોય તો દુખાવો સાઈડના ભાગોમાં થાય છે. કમરની સાઈડથી શરૂ થઈને દુખાવો પાંસળીઓ તરફ ફેલાય છે. આ દુખાવો શરીરમાં વધારે પણ ફેલાઈ શકે છે.
પેટ
કિડનીમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો પેટમાં દુખાવો થઈ શકે છે. કિડનીના ફંકશન પર અસર થઈ હોય અથવા તો સોજો આવ્યો હોય તો પેટમાં તીવ્ર દુખાવાનો અનુભવ થાય છે. જો કોઈ કારણ વિના જ પેટમાં દુખાવો થાય તો ચેકઅપ કરાવી લેવું.
પેલ્વિક એરિયા
કિડનીમાં પથરી હોય કે કોઈ સમસ્યા હોય તો ઘણી વખત દુખાવો પેલ્વિક એરિયામાં પણ થાય છે. જ્યારે પથરી યુરીન ટ્રેકની નીચે આવી જાય છે તો આ દુખાવો ગંભીર રીતે વધી જાય છે.
સાથળ
કિડનીમાં ગડબડ જો વધી જાય તો દુખાવો સાંધા સુધી ફેલાઈ શકે છે. ખાસ કરીને આવો દુખાવો પથરી અથવા તો કિડનીમાં ઇન્ફેક્શન સમયે થાય છે. કિડનીમાં ઇન્ફેક્શન થયું હોય કે પથરી હોય તો દુખાવો શરીરના નીચેના ભાગમાં ફેલાય છે અને સાથળમાં અનુભવાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે