Knuckle Cracking: શું તમે પણ દિવસ દરમિયાન વારંવાર ટચાકા ફોડે રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી જરૂરી

Knuckle Cracking: તમે એવા અનેક લોકો જોયા હશે જે ઘણીવાર આંગળીના ટચાકા ફોડતા હોય છે. આ આદત વિશે મેડિકલ સાયન્સ શું કહે છે આજે તમને જણાવીએ.
 

Knuckle Cracking: શું તમે પણ દિવસ દરમિયાન વારંવાર ટચાકા ફોડે રાખો છો ? તો આ વાત તમારા માટે જાણવી જરૂરી

Knuckle Cracking: આંગળીઓના ટચાકા ફોડવાની આદત ખૂબ જ સામાન્ય છે. તમે પણ એવા અનેક લોકો જોયા હશે જેમને આ આદત હોય. ઘણા લોકો તો દિવસમાં વારંવાર આંગળીમાં ટચાકા ફોડતા હોય છે. ઘણા લોકોને તો હાથ અને પગની આંગળીઓના ટચાકા ફોડવામાં મજા આવે છે. તેથી તેઓ વારંવાર આ કામ કરે છે. પરંતુ હકીકતમાં આ રીતે ટચાકા ફોડવા યોગ્ય છે કે નહીં આજે તમને જણાવીએ. 

ટચાકા ફોડવાની આદત સામાન્ય લાગે છે પરંતુ મેડિકલ સાયન્સમાં નિષ્ણાંતો આ અંગે અલગ અલગ મત જણાવે છે. જો તમને પણ વારંવાર ટચાકા ફોડવામાં મજા આવતી હોય તો આજે તમને જણાવીએ તો ટચાકા ફોડવાની આદતના ફાયદા અને નુકસાન છે. આ બંને વસ્તુ વિશે જાણીને તમે જ નક્કી કરજો કે ટચાકા ફોડવાનું ચાલુ રાખવું કે આદત છોડી દેવી. 

ટચાકા ફોડવાથી થતા નુકસાન 

- કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે વારંવાર આંગળીના ટચાકા ફોડવાથી સાંધામાં દુખાવો, સોજો અને ગઠિયા જેવી સમસ્યા થઈ શકે છે. 

- વારંવાર ટચાકા ફોડવામાં આવે તો સાંધાની આસપાસના ભાગમાં ધીરે ધીરે નુકસાન થવા લાગે છે. 

- કેટલીક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે નિયમિત રીતે જે લોકો ટચાતા ફોડે છે તેમને ગઠીયા જેવા રોગ થવાની સંભાવના સામાન્ય કરતાં વધારે હોય છે. 

ટચાકા ફોડવાથી થતા ફાયદા 

- કેટલાક એક્સપર્ટ એવું પણ માને છે કે આંગળીના ટચાકા ફોડવાથી કેટલાક ફાયદા પણ થઈ શકે છે. આમ કરવાથી સાંધા પરનું પ્રેશર ઓછું થઈ જાય છે અને ગતિશીલતા સુધરી શકે છે. 

- કેટલાક લોકો માને છે કે આંગળીના ટચાકા ફોડવાથી હાડકા વચ્ચેનું ટેન્શન ખતમ થઈ જાય છે અને સાંધાનો દુખાવો પણ ઓછો રહે છે. 

આ રીતે જોઈએ તો આંગળીના ટચાકા ફોડવાથી કોઈ ગંભીર નુકસાન થતું નથી. પરંતુ નિષ્ણાંતો એવું પણ કહે છે કે જો કોઈ વ્યક્તિને પહેલાથી જ સાંધામાં દુખાવો કે સોજો હોય તો તેમણે આદત તુરંત છોડી દેવી જોઈએ. નહીં તો આ આદતના કારણે સાંધાની સમસ્યા વધી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news