શિવ નહિ પણ થાય છે શક્તિની પૂજા! ગુજરાતનું એવું ધામ જ્યાં ચઢે છે માતાને મદિરા, પશુ, ધન, ધાન્ય અને સોના-ચાંદી

નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિ.મીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે.

શિવ નહિ પણ થાય છે શક્તિની પૂજા! ગુજરાતનું એવું ધામ જ્યાં ચઢે છે માતાને મદિરા, પશુ, ધન, ધાન્ય અને સોના-ચાંદી

ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે, પરંતુ આ દેવીની વિશેષતા એ હોય છે કે આજના શિવરાત્રીના દિવસે આ વિસ્તારમાં શિવ નહિ પણ શક્તિની પૂજા થતી હોય છે. 

નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિ.મીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે. સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ છે. 

મહાશિવરાત્રીએ દેવમોગરા ખાતે ખાસ આદિવાસી લોક મેળો યોજાય છે. જેમાં જિલ્લાના સ્થાનિક લોકો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે પડોશી રાજ્યોના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી મેળાની મોજ માણે છે. અહીં પાંડોરી માતાના મેળામાં ગુજરાત સહીત અન્ય રાજયોમાંથી લાખો આદિવાસી શ્રઘ્ઘાળૂઓ આવે છે અને બાઘા આખળી પુરી કરે છે. 

શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો હોય છે. અહીં આદિવાસીઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીમાં નવું ઉગેલું અનાજ સહીત જે માન્યતા માની હોય તે ચીજ લાવે છે અને પરંપરાગત પૂજન અર્ચન કરે છે. પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારે માસ અનાજ ખૂટતું નથી, તેવી અહીંના આદિવાસીઓની માન્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news