નાગા સંન્યાસીઓની પ્રિય ભાંગનું શું છે વિશેષ મહત્વ? 100 ટકા આ જગતના સંસારીઓ નહીં જાણતા હોય!
નાગા સન્યાસી અને સાધુઓની પ્રિય એવી ભાંગ નું વિશેસ મહત્વ રહ્યું છે. મહાશિવરાત્રી મેળામાં ભાંગ વાળા બાબા એ ઘેરું આકર્ષણ જમાવ્યું છે. બાબાના જણાવ્યા મુજબ ભાંગ એ સાધુ માટે અમૃત બુંદ છે જ્યારે સંસારીઓ માટે મહાપ્રસાદ છે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢ ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. ચેતન ધુણાઓમાં નાગા સન્યાસીઓ પોતાની મસ્તીમાં ભગવાન શિવનું ભજન કરી રહ્યા છે.
નાગા સન્યાસી અને સાધુઓની પ્રિય એવી ભાંગ નું વિશેસ મહત્વ રહ્યું છે, મહાશિવરાત્રી મેળામાં ભાંગ વાળા બાબા એ ઘેરું આકર્ષણ જમાવ્યું છે. બાબાના જણાવ્યા મુજબ ભાંગ એ સાધુ માટે અમૃત બુંદ છે જ્યારે સંસારીઓ માટે મહાપ્રસાદ છે, ભાંગની મસ્તીમાં જીવ શિવને પામવાની તાલાવેલી છે.
આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જૂનાગઢના ભવનાથ માં ઠેર ઠેર ભાવિકો માટે ભાંગની પ્રસાદી આપવામાં આવે છે, ત્યારે ભાંગ વિશે એવું પણ કહેવાયું છે કે ભાંગ કેરા ભજીયા અને ધતુરાનું શાક,આવા ભજનોની સુરવલી ભવનાથ તીર્થમાં ગુંજી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે