રાજકીય લેબોરેટરીમાં અંધેર વહીવટ!, રોડના કામમાં કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મિલિભગત! સ્થાનિકો ત્રાહિમામ

મહેસાણાની જનતા 2020માં મંજૂર થયેલો રોડ ક્યારે બનશે તેની રાહ જોઈ રહી છે. રોડ પર માત્ર મેટલ પાથરી અધુરો છોડી દેવામાં આવ્યો છે. એજન્સીની લાલિયાવાડીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે. 
 

  રાજકીય લેબોરેટરીમાં અંધેર વહીવટ!, રોડના કામમાં કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મિલિભગત!  સ્થાનિકો ત્રાહિમામ

મહેસાણાઃ ગુજરાતમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ખુલ્લેઆમ મિલિભગત ચાલે છે. બન્નેની ભાટબટાઈને કારણે પ્રજા પરેશાન છે. વગર કામે કરોડો રૂપિયા ચુકવાઈ જાય છે. પણ કામ ક્યારેય પુરુ થતું જ નથી...જો થાય છે તો ગુણવત્તા વગરનું થાય છે..આવું જ કંઈક થયું છે રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાં...જ્યાં ટેન્ડર મંજૂર થઈ ગયું, રૂપિયા ચુકવાઈ ગયા...રોડનું કામ શરૂ પણ થઈ ગયું...પણ આજદીન સુધી પુરુ થયું નથી થયું....જુઓ દિવા તળે અંધારાનો આ અહેવાલ....

હા...આ અંધેર વહીવટ ચાલી રહ્યો છે રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાં....સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ....મેન્ટલ પાથરેલો એક રસ્તો અહીં બનેલો છે...મહેસાણા જિલ્લાના પાલોદરથી છઠિયારડા સુધીના આ જ રસ્તા પર રોડ બનાવવાનું નક્કી વર્ષો પહેલા થયું છે...પણ આ રોડ એક અજાયબીથી કમ નથી...કારણ કે વર્ષો પહેલા ટેન્ડરિંગ થઈ ગયા છતાં પણ રોડનું કામ શરૂ તો થયું પરંતુ પુરુ થયું નથી...નજર કરીએ ત્યાં રસ્તા પર મેન્ટલ પાથરેલા દેખાય છે...આ મેન્ટલ રાહદારી અને વાહનચાલકોની કમર તોડી રહ્યા છે...વાહનોને ભંગાર બનાવી રહ્યા છે...

આ રોડ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો માની રહ્યા છે..કારણ કે વર્ષ 2020-21માં પાલોદર-છઠિયારડા રોડ બનાવવા રૂપિયા 1.87 કરોડ મંજૂર થયા...વર્ષ 2022-23 માં ટેન્ડરિંગ કરવામાં આવ્યું, વર્ષ-2023-24માં રોડની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનારી પટેલ જીતેન્દ્ર એફ. નામની એજન્સીએ રસ્તા પર મેટલ પાથર્યા બાદ રોડનું કામ શરૂ જ નથી કર્યું....છેલ્લા એક વર્ષથી આ જ સ્થિતિમાં રહેલા આ મેન્ટલિયા રોડથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

મહેસાણામાં અંધેર વહીવટ? 
2020-21માં પાલોદર-છઠિયારડા રોડ બનાવવા 1.87 કરોડ મંજૂર
2022-23 માં ટેન્ડરિંગ કરવામાં આવ્યું
વર્ષ-2023-24માં રોડની કામગીરી શરૂ કરવામાં આવી
પટેલ જીતેન્દ્ર એફ. એજન્સીએ રસ્તા પર મેટલ પાથર્યા 
એજન્સીએ રોડનું કામ શરૂ જ નથી કર્યું

અંધેર વહીવટી અને તંત્રની લાલિયાવાડીથી વિપક્ષ લાલઘૂમ છે...આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે રોડમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે...અને એજન્સી સામે કાર્યવાહી કરવા માટે માગણી કરી છે...

તો મામલે જ્યારે અમે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરને મળ્યા તો...તેમણે દાવો કર્યો કે, એજન્સીને ટર્મિનેટ કરી દેવાઈ છે...એજન્સીને જે પૈસા ચુકવાયા તેમાંથી 10 ટકાની વસુલાત કરાશે અને ફરી ટેન્ડરીંગ કરીને રોડ બનાવવામાં આવશે...

જે એજન્સી કામ કરી શકે તેવી છે જ નહીં તો પછી તેને કામ કેમ અપાતું હશે તે સવાલો છે...વર્ષ 2020માં શરૂ થયું કામગીરી વર્ષ 2025 સુધી પુરી થઈ નથી...હવે ફરી રિ-ટેન્ડરિંગની વાતો થઈ રહી છે ત્યારે ક્યારે ટેન્ડર પડશે અને ક્યારે કામ શરૂ થઈને પુરુ થશે તે સવાલો છે...જોવું રહ્યું કે તંત્રના અંધેર વહીવટથી હજુ સ્થાનિકોએ કેટલો સમય હેરાન થવું પડે છે?...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news