203 દિવસ બાદ રાજકોટમાં ગાર્ડન ખૂલશે, લોકડાઉન બાદથી બંધ હતા
રાજકોટમાં કુલ 152 નાના મોટા ગાર્ડન આવેલા છે. હજુ પણ માત્ર મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. જોકે તમામ ગાર્ડન નહિ ખૂલે. માત્ર મોટા મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોરોના કહેર વચ્ચે બંધ થયેલ ગાર્ડન આવતીકાલથી લોકો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે. રાજકોટ શહેરના મુખ્ય ગાર્ડન લોકડાઉન બાદ પહેલીવાર ખુલ્લા મુકવામાં આવનાર છે, તેથી રાજકોટવાસીઓમા પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં લાંબા બ્રેક બાદ ગાર્ડન ખૂલવા જઈ રહ્યાં છે. આ માટે રાજકોટ મનપા ગાર્ડન શાખા દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે રાજકોટમાં ગાર્ડન ખૂલ્લા મૂકવામાં આવશે.
- સવારે 6 થી 12 કલાક સુધી અને બપોર બાદ 3 થી સાંજે 7 કલાક સુધી ગાર્ડન ખુલ્લા રહશે.
- ગાર્ડનમાં લોકોએ ભીડ ન કરવી
- વોકિંગ ટ્રેક પર એક સાઈડ ચાલવાનુ રહેશે
- ગાર્ડનમાં ખાદ્યા સામગ્રી લાવી ન શકાય
- ગાર્ડનમાં બર્થડે પાર્ટી પણ કરી નહિ શકાય
- ગાર્ડનમાં અન્ય કોઇ પણ ફંક્શન ન કરવા
રાજકોટમાં 203 દિવસ બાદ ગાર્ડન ખૂલનારા છે. રાજકોટમાં કુલ 152 નાના મોટા ગાર્ડન આવેલા છે. હજુ પણ માત્ર મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. જોકે તમામ ગાર્ડન નહિ ખૂલે. માત્ર મોટા મુખ્ય ગાર્ડન જ ખોલવામાં આવશે. રાજકોટના દરેક વિસ્તારમાં આવેલ મુખ્ય ગાર્ડન ખોલવામાં આવશે. રેસકોર્સ, આજી ડેમ, શહીદ ભગતસિંહ, સોરઠીયાવાડી સર્કલ, જિલ્લા ગાર્ડન, સહિત અંદાજિત 50 જેટલા ગાર્ડન ખોલવામાં આવશે.
લોકડાઉન ખૂલ્યા બાદ પણ ગાર્ડન ખૂલ્યાં
આખુ લોકડાઉન રાજકોટના ગાર્ડન બંધ રહ્યા હતા. તેના બાદ અનલોક 4માં ગાર્ડન ખોલવાની જાહેરાત કરાઈ હતી. આ માટે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી. પરંતુ જે સમયે ગાર્ડન ખોલવાની જાહેરાત થઈ, ત્યારે રાજકોટમાં કોરોનાના કેસ પિક પર હતા. કોરોનાનું સંક્રમણ ચારેબાજુ ફેલાઈ ગયું હતુ. તેથી ગાર્ડન ખોલવામાં આવ્યા ન હતા. આમ, કુલ 203 દિવસ બગીચા લોકો માટે બંધ હતા, પરંતુ આ દરમિયાન ગાર્ડનના મેન્ટેનન્સ સતત ચાલુ હતું તેવુ ગાર્ડન શાખાના અધિકારી હાપલીયાએ જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાથી 7 દર્દીના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીના મૃત્યુ થયા છે. મૃત્યુ અંગે આખરી રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી જાહેર કરશે. ગઇકાલે 5 દર્દીના મૃત્યુ થયા હતા. જોકે 5 માંથી એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ ન હોવાનો ડેથ ઓડિટી કમિટીનો રિપોર્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે