કાર લઈને બે શખ્સો હાઈબ્રીડ ગાંજો વેચવા નીકળ્યા, અચાનક પોલીસે મારી એન્ટ્રી અને.......

સુરત પોલીસે બે ડ્રગ પેડલરોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ કારમાં માત્ર વિદેશમાં મળતા હાઈબ્રીડ ગાંજાને વેચવા માટે નિકળ્યા હતા. 
 

કાર લઈને બે શખ્સો હાઈબ્રીડ ગાંજો વેચવા નીકળ્યા, અચાનક પોલીસે મારી એન્ટ્રી અને.......

ચેતન પટેલ, સુરતઃ ગુજરાતમાં પણ નશાનું દૂષણ સતત વધી રહ્યું છે. દારૂથી લઈને ડ્રગ્સનું વેચાણ પણ બેફામ થઈ રહ્યું છે. ત્યારે વિદેશમાંથી હાઈબ્રીડ ગાંજો લાવી સુરતના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ કરનાર બે પેડલરને સુરત ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયા છે. આ બંને આરોપીઓની ધરપકડ બાતમીના આધારે ક્રાઈમબ્રાંચ દ્વારા છટકું ગોઠવીને કરવામાં આવી હતી. 

રાજ્યમાં અવારનવાર ગાંજા પકડાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમીના આધારે વિદેશથી મોકલાતો  હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગાંજો એટલો પાવરફુલ હતો કે 50 મીટરની રેન્જમાં તેની ગંધ કલાકો સુધી આવી રહી હતી. આ ગાંજાને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સચિન કાછોલી ગામ નજીક બે ઈસમો ગાંજાની ડિલેવરી માટે આવી રહ્યા છે. આ બંને આરોપીઓ કાર લઈને જઈ રહ્યાં હતા. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા છટકુ ગોઠવી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની તપાસ કરતા તેમની પાસેથી 1.330 કિલો ગાંજો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગાંજાને લેબમાં મોકલ્યો ત્યારે આ ગાંજો હાઈબ્રિડ ક્વોલિટીનો હોવાનું બહાર આવ્યું.. આ હાઈબ્રીડ ગાંજો માત્ર વિદેશમાં જ મળતો હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે રૂ 39.90 લાખની કિંમતનો 1.330 કિલો ગાંજાના જથ્થા સાથે બંને ઇસમોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી.

ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ સુલેમાન ભામજી અને શુભમ સુમરા જણાવ્યું હતું. સુલેમાન અને યશ બંને પહેલેથી નશાના બંધાણી હતા..જેથી એકબીજાના સંપર્કમાં તેઓ વર્ષોથી હતા. યશ દ્વારા સુલેમાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યશ +66 નંબર અને સ્નેપ ચેટ પરથી સુલેમાનને કોલ કરતો હતો. સંપર્ક કરી આરોપી યશ દ્વારા સુલેમાનને આ ગાંજો મોકલવામાં આવ્યો આ ગાંજો વિદેશમાં મળતો હાઇબ્રીડ ગાંજો હતો. આ ગાંજાના વેચાણ પર સુલેમાનને 45000 કમિશન મળનાર હતું. ઉલ્લેખનીય છે કે સુલેમાન અગાઉ સાઉથ આફ્રિકામાં મજૂરી કામ કરતો હતો અને ત્યારબાદ તે પરત સુરત આવી ગયો હતો સુરતમાં કામ ધંધો ન હોવાના કારણે તે બેકાર હતો..અને પૈસા કમાવવા તે આ નશાના કારોબારમાં જોડાયો હતો. જો કે મુખ્ય આરોપી યશ હજી પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે હાલ તો યશ કલકત્તામાં હોવાની માહિતી ક્રાઈમબ્રાંચ મળતા એક ટીમ ત્યાં રવાના કરી છે. જેને પણ જલ્દીથી જ ઝડપી લેવામાં આવશે..

પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે વોચ ગોઠવે પરંતું નશાના કારોબારીઓ ઓછી મહેનતે વધું પૈસા કમાવવા યુવાધનને નશાના રવાડે ચડાવવાની પ્રયાસમાં રહે છે. ત્યારે હાલતો આ મામલે પોલીસે કડક વોચ ગોઠવી આરોપીઓને ઝડપી તેઓ કેટલા સમયથી આ ગોરખધંધામાં સંડોવાયેલા હતા. ક્યાં ક્યાં તેઓ આ ડ્રગ સપ્લાય કરતા હતા અને રાજ્યમાં અન્ય કેટલા લોકો સાથે તેઓ સંપર્કમાં છે જેવા વિવિધ મુદ્દે આરોપીઓની પૂછપરછ ચલાવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news