ફરી એકવાર રૂપિયા બન્યા મોતનું કારણ! અમદાવાદનો કિસ્સો છે ખતરનાક, મંગળવારની રાત કેવી રીતે બની લોહિયાળ
અમદાવાદમાં સરખેજમાં રહેતા યુવકનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી. યુવકના અપહરણ બાદ હત્યા કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. જ્યારે ગુનામાં સામેલ 2 આરોપી ફરાર થઈ ગયા. ધરપકડ કરાયેલ ત્રણ આરોપીમાંથી એક સગીર હોવાથી કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરાઈ.
Trending Photos
Ahmdabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં મંગળવારે રાત્રે થયેલી હત્યાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હત્યાના બે આરોપી હાલ ફરાર છે. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી કાયદાના ઘર્ષણમાં આવેલ હોવાથી તે અંતર્ગત પોલીસ તપાસ હાથ ધરાઇ છે. શા માટે આરોપીઓએ એક વ્યક્તિનિ હત્યા કરી?
અમદાવાદમાં વધુ એક વાર રૂપિયા મૃત્યું કારણ બન્યા. જી હા... મંગળવારે કેટલાક શખ્શોઓ રૂપિયાના લેતી દેતીમાં યુવકની હત્યા કરી નાંખી, જે હાલ પોલીસની હાથે ઝડપાઇ ગયા છે. બનાવની વિગત એવી છે કે મૃતક મુજમિલ વડગામા બપોરેના સમયે કરીયાણાની દુકાનની બહાર બેઠો હતો. કેટલાક આરોપીઓ તનું અપહરણ કરી સફીલાલાની દરગાહ પાસે લઇ ગયા હતા. જ્યાં આરોપી ફૈજલ પઠાણ, રબનવાજ પઠાણ, મુખ્તીયાર ગૌરી અને અન્ય બે આરોપીઓએ મુજમીલને મુઢ માર માર્યો હતો. મૃતકે આરોપી ફૈઝલ પઠાણ પાસેથી એક લાખ સાઇઠ હજાર રૂપિયા લીધા હતા. જોકે તે સમયસર આપી ન શકતાં તેનું અપહરણ કરી તેને મુઢ માર માર્યો હતો.
આરોપીઓએ મુઢ માર મારવાની સાથે મહારાષ્ટ્રમાં રહેતા મૃતકના મિત્ર સલમાનને ફોન કરી તેની પત્ની સાથે કોન્ફરન્સમાં વાત કરાવી રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું. ઢોર મારના કારણે મ઼ૃતક મુજમીલને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મુજમીલના પત્નીના કહેવા પ્રમાણે આરોપીને મકાન ગીરવી રાખીને બે લાખ રૂપિયા આપ્યા છે, તેથી કોઇ લેવડદેવડ બાકી નથી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. ફૈઝલખાન પઠાણ, રબનવાઝ પઠાણ, મુખ્તિયાર ગોરી, કાયદાના સંઘર્ષમાં આવેલો સગીરની અટકાયત કરી હતી. મેમણે ઉર્ફે ગોલી ફરાર થઈ જવામાં સફળ રહ્યો જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે