અમદાવાદમાં આજે રથયાત્રા જેવો મોટો ઉત્સવ; 614 વર્ષ બાદ નગરદેવી નગરચર્યાએ નીકળ્યા, આ છે મુખ્ય આકર્ષણ

અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળીની 614 વર્ષ બાદ યાત્રા નીકળી છે. મા ભદ્રકાળીની ચરણ પાદુકા રથમાં બિરાજમાન થયા હતા. નગરદેવીનાં દર્શને અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મંદિરનાં પ્રાંગણમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

અમદાવાદમાં આજે રથયાત્રા જેવો મોટો ઉત્સવ; 614 વર્ષ બાદ નગરદેવી નગરચર્યાએ નીકળ્યા, આ છે મુખ્ય આકર્ષણ

ઝી બ્યુરો/અમદાવાદઃ આજે મહાશિવરાત્રિનું પર્વ છે. આ સાથે 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે. અમદાવાદના સ્થાપના દિવસના દિવસે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળ્યા છે. 6.25 કિલોમીટર લીંબા આ નગરયાત્રા સવારે 7.30 કલાકે શરૂ થઈ ચૂકી છે. અમદાવાદના મેયરે નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ દરમિયાન કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. 

નગરદેવી ભદ્રકાળી મા આજે નગરયાત્રાએ નીકળ્યા છે, ત્યારે શહેરમાં આજે ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. નગરદેવી ભદ્રકાળી નિજ મંદિરથી ત્રણ દરવાજા પહોંચશે. કહેવાય છે કે લક્ષ્મી માતા અહીં હંમેશ માટે રોકાઈ ગયા હતા. તે સમયથી ત્રણ દરવાજામાં અખન્ડ જ્યોત પ્રજવલિત છે. યુનુસ મીરજાનો પરિવાર કોમી એકતાનો પ્રતીક છે. તેમની ચોથી પીઢી અખંડ જ્યોતની દેખરેખ રાખે છે. રથ ઉપર સવાર માતા આજે ત્રણ દરવાજા પહોંચશે. યુનુસ મીરજા અને તેમની માતા રથનું સ્વાગત કરશે. મા ભદ્રકાળીની ચરણ પાદુકા રથમાં બિરાજમાન થયા હતા. નગરદેવીનાં દર્શન કરવા અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મંદિરનાં પ્રાંગણમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો. અમદાવાદનાં સ્થાપના દિવસ પર નગરદેવીની યાત્રા નીકળી હતી. શહેરમાં 6.25 કિલોમીટરનાં રૂટ ઉપર યાત્રા ફરશે. યાત્રા ત્રણ દરવાજાથી માણેકનાથની સમાધિથી નીકળી હતી.

નગરયાત્રા દરમ્યાન ટ્રાફિક જામ ન સર્જાય અને નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ભદ્રકાળી માતાજી મંદિરથી જ્યાં સુધી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવર જવર માટે માર્ગો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેમજ ડાયવર્ઝન આપવામાં આવેલ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્રર જી.એસ. મલિક દ્વારા આજે શહેરમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી છે. ત્યારે નગરયાત્રામાં આશરે 5000 થી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, પાંચ છોટા હાથી, જગન્નાથ મંદિરનાં હાથી, અખાડાનાં કલાકાર, નાસિક ઢોલ ગ્રુપ, પાંચ સાધુની ધજાઓ, એક બેન્ડ વાજાની ટુકડી, એક ડી.જે. ટ્રક, ત્રણ ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ-વ્હીલર નીકળનાર છે.

નગરદેવીની નગરયાત્રાનો સંભવિત રૂટ
નગરદેવી ભદ્રકારી માતાની નગરયાત્રાનો પ્રારંભ સવારે 7.30 કલાકે થશે. સવારે 7.45 કલાકે યાત્રા મંદિર પરિસરમાં હશે. ત્યારબાદ સવારે 8 કલાકે ત્રણ દરવાજા, 8.30 કલાકે માણેકચોક, 9 વાગ્યા અમદાવાદ મહાનગર પાલિકા ઓફિસ, 9.30 કલાકે ખમાસા રોડ, 10 વાગ્યે જબલપુર જગન્નાથ મંદિર, 11 કલાકે સાબરમતી રિવરફ્રંટ પાસે, 11.30 કલાકે રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, 12 કલાકે લાલ દરવાજા વસંત ચોક, 12.30 કલાકે લાલ દરવાજા વીજળી ઘર અને 12.45 કલાકે બહુચર માતા મંદિર ભદ્ર પરિસરમાં નગરયાત્રા સંપન્ન થશે

મેયરે કરાવ્યું પ્રસ્થાન
અમદાવાદના મેયર આ નગરયાત્રાની પહિંદવિધિ કરાવી હતી. સવારે 7 કલાકે માતાજીની આરતી અને પૂજા કરી. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે આપેલી માહિતી પ્રમાણે મેયર પહિંદવિધિ કરાવી હતી. આ નગરયાત્રા મંદિર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોકમાં માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. આ નગરયાત્રા કોર્પોરેશન પહોંચશે ત્યાં કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે.

નગરદેવીની નગરયાત્રા દરમિયાન આ રસ્તાઓ રહેશે બંધ
અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે અમદાવાદમાં કેટલાક રસ્તાઓ પણ બંધ રહેવાના છે. આ યાત્રા સવારે 7 કલાકથી શરૂ થવાની છે. આ દરમિયાન ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવાની પોળથી અમદાવાદ કોર્પોરેશન, ખમાસા જમાલપુર જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજાથી વીજળી ઘર તરફથના તમામ રસ્તાઓ અવરજવર માટે બંધ રહેવાના છે. આ સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોકની સોની બજાર સહિતની અન્ય બજારો પણ બપોર સુધી બંધ રહેશે.

નગરયાત્રાના રૂટના કાર્યક્રમો
7.30 વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
7.45 વાગે લક્ષ્મી માના પંજાની આરતી
8.00 વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
8.30 વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
9.00 વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
9.45 વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
10.30 વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
11.15 વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
12.00 વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
12.30 વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
1.00 વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
1.30 વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news