અતિથિ દેવો ભવના ધજાગરા ઉડ્યા, જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતીની છેડતી, Video

Foreign Girl Molested At Bhavnath Fair : જુનાગઢના ભવનાથના મેળાથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો.. મેળામાં આવેલી વિદેશી યુવતીની એક યુવકે છેડતી કરી... જુનાગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી 

અતિથિ દેવો ભવના ધજાગરા ઉડ્યા, જુનાગઢના મેળામાં જાહેરમાં વિદેશી યુવતીની છેડતી, Video

Junagadh News : એક તરફ આપણે અતિથિ દેવો ભવનું વિશ્વસ્તરે બ્રાન્ડિંગ કરીને વિદેશી મહેમાનોને બોલાવીએ છીએ. તેમની આગતાસ્વાગતા કરીએ છીએ. આ વચ્ચે ગુજરાતની ગરિમાને ફરી એકવાર લાંછનરૂપ ઘટના બની છે. ગુજરાતમાં આવેલી વિદેશી યુવતીની જાહેરમાં છેડતી કરાઈ છે. જુનાગઢના ભવનાથના મેળામાં આ બનાવ બન્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું સમાપન થયું છે. તો બીજી તરફ જૂનાગઢમાં ભવનાથના મેળાનો પ્રારંભ થયો છે. ભારતના આ ધાર્મિક તીર્થને માણવા માટે અસંખ્ય વિદેશી મહેમાનો આવ્યા છે. પરંતું આપણે વિદેશી મહેમાનોનું માનપાન ન સાચવી શક્યા. મહાશિવરાત્રી મેળામાં રવેડીમાં વિદેશી મહિલાની છેડતીનો વીડિયો સામે આવ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 27, 2025

 

જુનાગઢના મેળામાં ભીડ વચ્ચે એક યુવકે વિદેશી મહિલાની કરી છેડતી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવકે છેડતી કરતા વિદેશી મહિલાએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મહિલાએ ત્યાં જ તેને થપ્પડ લગાવી હતી. ત્યારે જુનાગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. 

પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટી નથી કરતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news