સરકારનું દેવાળું ફૂંકવા બેસ્યા સરકારી બાબુઓ, ઓફિસોમાં સાહેબો વગર લાઈટ-પંખા ચાલુ

Gandhinagar News : વીજળી અને પાણીનો બગાડ અટકાવવાના સરકારના આદેશનું સરેઆમ ઉલ્લંઘન...સરકારી કચેરીઓમાં કોઈ ન હોવા છતાં લાઈટ-પંખા છે ચાલુ...સંસાધનોનો દુરુયપયોગ કરી પ્રજાના પૈસાનો થઈ રહ્યો છે વેડફાટ... 

સરકારનું દેવાળું ફૂંકવા બેસ્યા સરકારી બાબુઓ, ઓફિસોમાં સાહેબો વગર લાઈટ-પંખા ચાલુ

Big Decision By Gujarat Government હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં વીજળી અને પાણીના બગાડને અટકાવવા તાકીદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે પરિપત્ર કરીને તમામ સરકારી કચેરીના વડાઓને આદેશ કર્યો છે. સરકારી અધિકારી કર્મચારીઓ ઓફિસમાં કોઈ ન હોય તો પણ લાઈટ પંખા અને કોમ્પ્યુટર ચાલુ રહેતા હોય છે તેને તાકીદે અટકાવવામાં આવે. એ જ પ્રકારે વોશરૂમ અને શોચાલયમાં પણ પાણી લીકેજ કે પાણીનો બગાડ થતો હોય છે તેને પણ અટકાવવામાં આવે. ઓફિસ અવર બાદ કે લંચ બ્રેક સમયે જાતે લાઈટ પંખા ની સ્વીચ બંધ કરવા અને સ્વિચ બંધ ચાલુ કરવાની ટેવ પાડવા ની તાકીદ કરાઈ છે. પરંતુ આ બાબતે ઝી 24 કલાકે સરકારી ઓફિસોમાં રિયાલિટી ચેક કરતા સરકારી બાબુઓની આળસ સ્પષ્ટ દેખાઈ.

જોકે હકીકત ઓ છે કે, રાજ્ય સરકાર ભલે વીજળી બચાવવા માટે આદેશ કરતી હોય પણ સરકારી બાબુઓ સરકારી આ દેશને ઘોળીને પી જાય છે. zee 24 કલાકના રિયાલિટી ચેકમાં કૃષિ ભવનમાં આવેલી કચેરીઓમાં અધિકારી કર્મચારી વગર વીજળીનો દુરુપયોગ સ્પષ્ટ જોવા મળ્યો. તો ચેમ્બરમાં અધિકારી ગેરહાજર હોય પણ લાઈટને પંખા ચાલુ નજરે પડ્યા. અધિકારી આવે એટલે એને ગરમી ન લાગે એટલા માટે અધિકારીની ગેરહાજરીમાં પણ એસી ચાલુ રાખવામાં આવી હતી. 

રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં વીજળી અને પાણીના બગાડને અટકાવવા માટે રાજ્ય સરકારે પરિપત્ર કરીને સરકારી કચેરીઓના વડાને આદેશ કરી તાકીદ કરી છે કે સરકારી અધિકારીઓ ,કર્મચારીઓ ઓફિસમાં કોઈ ન હોય તો લાઈટ પંખા અને કોમ્પ્યુટર ચાલુ ન રાખે તો ઓફિસ અવરજવર બાદ કે લંચ બ્રેક સમયે જાતે જ લાઈટ પંખાની સ્વીચ બંધ કરવા અને સ્વીચ બંધ ચાલુ કરવાની ટેવ પાડવાની તાકીદ કરી છે જેને લઈને વીજળી બચાવવા માટે બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેનો અમલ કરે છે કે નહીં તેનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ પાલનપુરની કલેક્ટર કચેરીમાં આવેલી અધિક ચિટનીશ શાખામાં પહોંચી તો ત્યાં કોઈ જ કર્મચારી કે અધિકારી હાજર ન હોવા છતાં કચેરીની તમામ લાઈટો અને પંખા ચાલુ જોવા મળ્યા હતા અને વીજળીનો બેફામ વપરાશ થઈ રહ્યો હતો અને અધિકારીઓ સરકારી પરિપત્રના લીરેલીરા ઉઠાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવતા સરકારી બાબુઓની ઘોર લાપરવાહી સામે આવી હતી.

 

 

- ZEE 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ, રાજ્ય સરકારે પરિપત્ર લખીને કચેરીના વડાઓને કર્યો આદેશ...#ZEE24Kalak #ElectricityBill #Gujarat pic.twitter.com/7PVdLgFgPD

— Zee 24 Kalak (@Zee24Kalak) August 22, 2023

 

તો અધિક ચિટનિશ શાખાના અધિકારીઓની લાપરવાહીના દ્રશ્યો જોયા બાદ અમારી ટિમ પાલનપુર કલેકટર કચેરીમાં જ આવેલી પુરવઠા શાખામાં પહોંચી હતી ત્યાં પણ કોઈ કર્મચારી કે અધિકારી હજાર ન હોવા છતાં બિનદાસ પણે વીજળીનો મોટો વેડફાટ થઈ રહ્યો છે ઓફિસના તમામ પંખાઓ ચાલુ હતા તો તમામ લાઈટો પણ ચાલુ જોવા મળી હતી..જોકે પુરવઠા અધિકારી એચ. કે.ગઢવીની ચેમ્બરમાં સાહેબ ન હોવા છતાં તમામ લાઈટો અને 6 પંખાઓ ફૂલ સ્પીડમાં ચાલું હતા અધિકારીની ખુરસી જ ફક્ત ભરપૂર અઝવાળું મેળવી હવા ખાઈ રહી હતી.પાલનપુરની મોટાભાગની કચેરીઓમાં બિન્દાસપણે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે સરકારે તેમજ મુખ્યમંત્રીએ તો વીજળી બચાવવાની પહેલ કરી છે પણ અધિકારીઓ અને કર્મચારીઓ જરૂર વગર વીજળીનો વ્યય કરી રહ્યા છે જેના કારણે સરકારને મસમોટું વિજબીલ ભરવાનો વારો આવે છે હવે જોવાનું એ રહ્યું કે આવા બેફિકર કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર સરકાર કયારે નકેલ કસે છે.

પાલનપુરની પુરવઠા અધિકારીની ઓફિસમાં કોઈ કર્મચારીઓ કે અધિકારી ન હોવા છતાં પણ ઓફિસની તમામ લાઈટો ચાલુ જોવા મળી રહી છે..ખુદ પુરવઠા અધિકારીની ચેમ્બરમાં તમામ લાઈટો અને 6 પંખા ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news