24 કલાકમાં 400થી વધુ કપડાંની દુકાનો બળીને ખાખ! આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત, અંદાજે 5000000000 કરોડનું નુકસાન

સુરતના શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ યથાવત છે ફાયરના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં ન આવી. આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત થતાં અંદાજે  500 કરોડ રૂપિયાનું નુકસાન.

24 કલાકમાં 400થી વધુ કપડાંની દુકાનો બળીને ખાખ! આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત, અંદાજે 5000000000 કરોડનું નુકસાન

Gujarat Surat Fire Market: સુરતમાં એક કાપડ માર્કેટ 24 કલાકથી આગની લપેટમાં સળગી રહ્યું છે. જી હા...આ ચાર માળની માર્કેટમાં બુધવારે સવારે 24 કલાકથી ઓછા સમયમાં આ બીજી આગ હતી. હવે આ આખી ઈમારત આગની જ્વાળાઓમાંમાં ફેરવાઈ ગઈ છે. આ બિલ્ડીંગમાં 800થી વધુ દુકાનો છે પરંતુ હાલત એવી છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ અંદર જઈ શકે તેમ  સ્થિતિમાં નથી. તમારા મનમાં પ્રશ્ન હશે કે ફાયર ફાયરના અધિકારીઓને આગ ઓલવવા માટે તાલીમ આપવામાં આવે છે, તો પછી તેઓ બિલ્ડિંગની બહાર કેમ છે?

— IANS (@ians_india) February 26, 2025

500 કરોડ રૂપિયાનું નુકસાન
સુરતના શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ યથાવત છે. ફાયરના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં આવી રહી નથી. આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત થતાં અંદાજે  500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચીફ ફાયર ઓફિસર બસંત કુમાર પરીખે જણાવ્યું છે કે સતત આગને કારણે બિલ્ડિંગની અંદરનું તાપમાન ખૂબ જ વધી ગયું છે. અંદર ઘણી બધી સામગ્રી છે, જેથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. ગઈ કાલે સવારે 8 વાગ્યે અમને પહેલો કૉલ આવ્યો હતો. હાલમાં અમને બિલ્ડિંગના સ્ટ્રક્ચરની મજબૂતાઈ વિશે ખાતરી નથી. આ કારણે અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ અને બહારથી આગ ઓલવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે આગમાં લગભગ 50 ટકા સ્ટોર બળી ગયા છે.

24 કલાકથી 30થી વધુ વાહનો પાણીથી ઓલવી રહ્યા છે આગ
બુધવારે ચાર માળની ઈમારતમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 30 જેટલી ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે ઉપરના માળે આગ લાગી હોવાનું જણાય છે. બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. 

— ANI (@ANI) February 27, 2025

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. તેમણે કહ્યું, 'ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આગની જ્વાળાઓ સતત ભડકી રહી છે. સ્થિતિ ગંભીર છે. આખા શહેરમાંથી ફાયરની ટીમો અહીં પહોંચી છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પરિસ્થિતિ વહેલી તકે કાબૂમાં આવે.

અગાઉ મંગળવારે બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગવાને કારણે ત્યાં હાજર એક કામદારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. બિલ્ડિંગના ભોંયરામાં કપડા રાખવામાં આવ્યા હતા અને થોડા કલાકોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news