સિક્યુરિટી અને પટ્ટાવાળાની જેમ ગુજરાતમાં કરાર આધારિત થશે શાળા સહાયકોની ભરતી, મળશે આટલો પગાર

Recruitment of Contract School Assistants: ખાનગી એજન્સીઓને બખ્ખા માટે ૨૦૨૧માં ઘડાયેલ તખ્તાનો આખરે અમલ. સિક્યુરિટી અને પટાવાળાની માફક સ્કૂલોમાં હવે ‘શાળા સહાયક’ આઉટસોર્સથી ભરાશે. માસિક રૂ.૨૧ હજાર પગારથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી પગાર કેન્દ્ર શાળામાં નિમણૂક થશે 

સિક્યુરિટી અને પટ્ટાવાળાની જેમ ગુજરાતમાં કરાર આધારિત થશે શાળા સહાયકોની ભરતી, મળશે આટલો પગાર

Recruitment of Contract School Assistants: ગુજરાત સરકાર હવે સરકારી શાળાઓમાં કરાર આધારિત શાળા સહાયકોની ભરતી કરવા જઈ રહી છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 11 મહિનાના કરાર પર શાળા સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજ્યની સ્કૂલોમાં થતી કરાર આધારીત શિક્ષકોની ભરતીમાં આઉટસોર્સને એન્ટ્રી આપી ખાનગી એજન્સીઓને બખ્ખા કરવાવવા માટે ગત ડિસેમ્બર-૨૦૨૧માં ઘડાયેલ તખ્તાનો આખરે અમલ કરવા શિક્ષણ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કરી દીધો છે. વિભાગના ઠરાવ મુજબ, સિક્યુરીટી અને પટાવાળાની માફક હવે સ્કૂલોમાં ‘શાળા સહાયક' આઉટ સોર્સથી ભરવામાં આવશે. 

સરકાર શાળા સહાયકને 21 હજાર રૂપિયા માસિક પગાર આપશે. આ ઉપરાંત શાળા સહાયક માટે, ગ્રેજ્યુએશનની શૈક્ષણિક લાયકાત તેમજ B.Ed પણ જરૂરી છે. શાળા સહાયકોની નિમણૂંક માત્ર પગારલક્ષી પ્રાથમિક શાળાઓમાં જ કરવામાં આવશે. સરકારી શાળાઓમાં ભરતી કરાયેલા શાળા સહાયકોની કામગીરીની આઉટસોર્સિંગ એજન્સી દ્વારા સમીક્ષા કરવામાં આવશે. રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્રની શાળાઓમાં જ શાળા સહાયકો ફાળવવામાં આવશે.

મળશે આટલો પગાર
શાળા સહાયક માટે, સ્નાતકની સાથે B.Ed ની શૈક્ષણિક લાયકાત જરૂરી છે. આ સાથે એજન્સી દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારની વય મર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભરતી થનાર શાળા સહાયકોને 21,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. રૂપિયા 21 હજારના માસિક મહેનતાણાથી 300થી વધુ સંખ્યા ધરાવતી પગારકેન્દ્ર શાળામાં સહાયકની નિયુક્તિ કરવામાં આવશે અને ઓછી સંખ્યા હશે ત્યાં ભૌગોલિક વિસ્તારને ધ્યાને લેવાશે.

શાળામાં કરાર આધારીત 'શિક્ષણ સહાયક' ભરવાની જાહેરાત
જોકે હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાં કરાર આધારીત 'શિક્ષણ સહાયક' ભરવાની જાહેરાત કરવામાં આવી છે, જે આઉટસોર્સ એજન્સી દ્વારા ભરવામાં આવશે. જે અંગે પ્રસિદ્ધ કરેલા ઠરાવમાં જણાવ્યુ છે કે, સંબંધિત જિલ્લાના DPEO, શાસધાનિકારીએ તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને ઈ-પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું રૂ.૨૧ હજાર ચૂકવવાનું રહેશે. એટલુ જ નહી, એજન્સીને સર્વિસચાર્જ અને GST અલગથી ચૂકવવાનો રહેશે. 

શાળા સહાયકોની ભરતી કેવી રીતે થશે?
શાળા સહાયકોની 11 મહિનાના કરાર પર ભરતી કરવામાં આવશે અને કરાર પૂર્ણ થયા પછી તેમને છૂટા કરવામાં આવશે. વધુમાં શાળા સહાયકોએ વહીવટી કાર્ય, શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો ચાર્જ કાર્યકારી દિવસો દરમિયાન અને શાળા સમય પછી પણ આચાર્ય અથવા મુખ્ય કચેરીને સોંપવાનો રહેશે. કામગીરી યોગ્ય ન હોય તેઓને નોટીસ આપ્યા વિના જ છુટા કરી શકાશે. આ નવી બાબત મિશન સ્કલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે, વર્ષ-૨૦૨૭-૨૮ સુધી રહેશે. એ પછી ફરી વિચારણા કરાશે. 

ઉલ્લેખનીય છે કે, આખીયે ઘટનામાં મહત્વની વાત એ છે કે, છેલ્લા અંદાજે ૧૩ વર્ષથી શિક્ષણ વિભાગ સ્કૂલોમાં કરાર આધારીત શિક્ષકોની નિમણુક કરે છે અને એમાં કોઈએ કાયમીનો દાવો કર્યો હોય તેવુ પણ નથી તો પછી આ શિક્ષણ સહાયકમાં આઉટસોર્સ એજન્સી લાગુ કરવાનો મતલબ શુ છે. દરેક જિલ્લા અને તાલુકામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તો એમના દ્વારા પણ નિમણુકો આપી શકાય છે.આમ સરકારી સ્કૂલોમાં કાયમી ભરતી ન કરવી પડે એ માટે કરાર આધારીત શિક્ષકો ભરવાના શરૂ કર્યા અને હવે કરાર આધારીત ભરતીમાં પણ શિક્ષણ વિભાગે પોતાના હાથ અધ્ધર કરવાનો નિર્ણય કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news