કાકી અને ભત્રીજાનું ચાલતુ હતું ઇલુ-ઇલુ, પતિથી અલગ થઈ 15 દિ' લિવ-ઈનમાં રહી, અને પછી થયું એવું કે....
મહિલા રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા પહોંચી. ૧૫ દિ' લિવ-ઈનમાં રહી પ્રેમી ભત્રીજાએ કાકીને કાઢી મૂકી. એક વર્ષથી લફરું શરૂ થતાં પરીણિતા છૂટાછેડા લઈ બંને બાળકો સાથે પ્રેમીના ઘરે રહેવા આવી ગઈ હતી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: કહેવાય છે કે પ્રેમ અને માયા આંધળા હોય છે જે કયારે અને કોના સાથે થઈ જાય જેની ખબર પડતી નથી પરંતુ આ બંને બાબત ક્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરે કહી શકાતું નથી અને ઉત્સાહના માહોલમાં શોક છવાઈ જતો હોય છે. ગુજરાત સહિત દેશ અને દુનિયામાં કેટલીય એવી લવ સ્ટૉરી છે, જેના પર વિશ્વાસ કરવો વ્યક્તિ માટે બહુ જ કઠીન હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના નોબલનગરમાં બની છે. ફરી એકવાર અમદાવાદમાં કાકી- ભત્રીજાના સંબંધોને લાંછન લગાડતી ઘટના નોબલનગરમાં બની છે.
બંને બાળકો સાથે પ્રેમી ભત્રીજા સાથે લિવ-ઈનમાં રહેવાં લાગી
આ ઘટનાની વાત કરીએ તો અમદાવાદના નોબલનગરમાં રહેતી પરીણિતાને પતિના કૌટુંબિક ભત્રીજા સાથે એક વર્ષથી લફરું શરૂ થયું હતું. પ્રેમી ભત્રીજાએ સાથે રહેવા માટે પરીણિતાને છૂટાછેડા લેવાનું કહેતાં 15 દિવસ અગાઉ પરીણિતાએ જબરદસ્તીથી છૂટાછેડા લઈ લીધા હતાં. બાદમાં પોતાના બંને બાળકો સાથે પ્રેમી ભત્રીજા સાથે લિવ-ઈનમાં રહેવાં લાગી હતાં. પરંતુ સમય જતાં પ્રેમી મહિલા સાથે મારપીટ કરી શારીરિક અને માનસિક હેરાન કરવા લાગ્યો હતો.
બાળકોને પિયરે મૂકી રિવરફ્રન્ટ પર ઈન્દિરા કરવા પહોંચી
એટલું જ નહીં, સમય જતાં પ્રેમી ભત્રીજાએ પરીણિતા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને પોતાના ઘરમાંથી કાઢી મૂકતાં પરીણિતા આત્મહત્યા કરવા રિવરફ્રન્ટ પહોંચી હતી, જ્યાં અભયમ્ ટીમ મદદ કરી હતી. બે દિવસ અગાઉ પરીણિતા બંને બાળકોને પિયરે મૂકી રિવરફ્રન્ટ પર ઈન્દિરા કરવા પહોંચી હતી.
અભયમ્ ટીમે પરીણિતાને પોતાની ભૂલનું ભાન કરાવ્યું
જ્યાં એક જાગૃત નાગરિકે અભયમની મદદ લઈ પરીણિતાને અટકાવ્યા હતાં. બાદમાં પરીણિતાએ સમગ્ર વાત કરતાં ટીમે પહેલાં તો પરીણિતાને પોતાની ભૂલનું ભાન કરાવ્યું હતું. બાદમાં તેના પરિવારનો સંપર્ક કરીને પરીણિતાને ફરી આવું પગલું ન ભરવા સમજાવી મામલો થાળે પાડયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે