મહાશિવરાત્રિ પર 16 લાખ લિટર દૂધનું વેચાણ; 75 વર્ષના સુમુલ ડેરીના ઈતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ

મહાશિવરાત્રિને લઈને સુમુલ ડેરીમાં ઓલટાઈમ હાઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ.

મહાશિવરાત્રિ પર 16 લાખ લિટર દૂધનું વેચાણ; 75 વર્ષના સુમુલ ડેરીના ઈતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ

ઝી બ્યુરો/સુરત: ભોળાનાથને રિઝવવા માટે મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારથી શિવમંદિરોમાં લાંબી કતાર લાગી જવા પામી હતી. શિવજીને પાણીથી લઈને અલગ અલગ ફળોના રસ અને દૂધ ચઢાવવાનો અનેરો મહિમા છે. ત્યારે શિવરાત્રીના પાવન પર્વે શિવભક્તોએ મંદિરોમાં દૂધની નદી વહાવી દીધી હતી. ખાસ કરીને સુરતમાં રોજિંદા કરતાં અધધ 16 લાખ લિટર દૂધનું વધુ વેચાણ થયું હતું. જી હા...ગત શિવરાત્રી કરતા 4 લાખ લિટર વધુ દૂધ વેચાયું હતું. 4 લાખ વધીને ઓલટાઈમ હાઈ 16 લાખ લિટર વેચાણ થયું હતું. 

પશુપાલકોને ચોક્કસ ફાયદો થશે
તમને જણાવી દઈએ કે 2023ની શિવરાત્રિમાં 15.42 લાખ લિટર, તો 2024માં 15.70 લાખ લિટર વેચાણ થયું હતું. આ સિવાય છાશ, દહીં, લસ્સી પણ ધૂમ વેચાયાં છે. આ સાથે જ શિવભક્તોએ સુરત-તાપી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની તિજોરી પણ છલકાવી દીધી હતી. સામાન્ય દિવસોમાં સુરતમાં રોજિંદા 12 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. પરંતુ શિવરાત્રીના પાવન પર્વને લઈને શનિવાર સુરતમાં 16 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું મહાશિવરાત્રિને લઈને શહેરમાં શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી
આ સાથે જ સુરત-તાપી જિલ્લાના પશુપાલકોને ચોક્કસ ફાયદો થયો છે. લસ્સી સરેરાશ 1000 લિટરની સામે અધધ 7500 લિટર વેચાઈ ગઈ છે. મહાશિવરાત્રિને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલટાઈમ હાઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું છે. શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. 

બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું. સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાંથી સરેરાશ 12 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રિના દિવસે 3.94 લાખ લિટર દૂધનું વધારે વેચાણ થયું હતું. જ્યારે ગત વર્ષ 2023ની શિવરાત્રિમાં 15.42 લાખ લિટર, વર્ષ 2024ની શિવરાત્રિમાં 15,70 લાખ લિટર જ્યારે વર્ષ 2025ની શિવરાત્રિમાં 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. સુમુલ ડેરીનો મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પ્લાન્ટ છે. મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં 2 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે, પરંતુ શિવરાત્રિમાં 4 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. તેવી જ રીતે ગોવામાં 1.25 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે, જ્યારે શિવરાત્રિએ 2 લાખ લિટર દૂધનું વેચાણ થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news