Ranbir Kapoor: ઐશ્વર્યા સાથે બોલ્ડ સીન પર રણબીરે કહી હતી એવી વાત કે ભડકી ગયો બચ્ચન પરિવાર, પછી સમાધાન માટે કરવું પડ્યું આ કામ
Ranbir Kapoor bold scene with Aishwarya: 2016 માં રિલીઝ થયેલી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરે ઓનસ્ક્રિન બોલ્ડ સીન કર્યા હતા. આ સીનને લઈને બચ્ચન પરિવાર ખૂબ બગડ્યો હતો. તેમાં બળતામાં ઘી રણબીર કપૂરે કરેલી આ વાત સાબિત થઈ હતી.
Trending Photos
Ranbir Kapoor bold scene with Aishwarya: વર્ષ 2016માં ફિલ્મ એ દીલ હૈ મુશ્કિલ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પહેલી વખત રણબીર કપૂર અને એશ્વર્યા રાય બચ્ચનની જોડી જોવા મળી હતી. બંને વચ્ચે ઉંમરનું અંતર તો વધારે છે પરંતુ ઓનસ્ક્રીન તેમની જબરદસ્ત કેમેસ્ટ્રી આ ફિલ્મમાં જોવા મળી. આ ફિલ્મને લઈને એક કિસ્સો પણ છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયના બોલ્ડ સીન પણ આ ફિલ્મમાં હતા. જો કે બોલ્ડ સીનને લઈને રણબીર કપૂર એ રેડિયો પર એક એવું વાક્ય કહી દીધું જેના કારણે બચ્ચન પરિવાર નારાજ થઈ ગયો હતો.
રણબીર કપૂરને જ્યારે ઐશ્વર્યા રાય સાથે ઇન્ટીમીટ સીન અંગે પૂછવામાં આવ્યું તો તેણે જવાબમાં એવું કહ્યું હતું કે, શરૂઆતમાં તો ઐશ્વર્યાના ગાલને હાથ અડાડવામાં પણ સંકોચ થતો હતો. પછી એશ્વર્યા રાય જ તેને સહજ થવાનું કહ્યું અને સમજાવ્યું કે આ બધું જ એક્ટિંગનો એક ભાગ છે. ત્યાર પછી રણબીર કપૂર એવું કહી દીધું કે, એશ્વર્યાની આ વાત સાંભળીને તેણે મોકો જોઈ ચોકો મારી જ લીધો .. આ વાતને ખોટી રીતે લેવામાં આવી અને તેનાથી બચ્ચન પરિવાર પણ નારાજ થઈ ગયો હતો.
તે સમયે આ અંગે એવી વાત પણ સામે આવી હતી કે બચ્ચન પરિવારને ઐશ્વર્યા રાયે ફિલ્મમાં બોલ્ડ સીન કર્યા તે વાતથી કોઈ સમસ્યા ન હતી પરંતુ બોલ્ડ સીનને લઈને રણબીર કપૂર એ જે નિવેદન આપ્યું તે આપત્તિજનક લાગ્યું. રણબીર કપૂરનું આ નિવેદન ચર્ચામાં આવી ગયું અને તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો. વિવાદ વધી ગયો હતો. આ વિવાદ અને બચ્ચન પરિવારની નારાજગીને જોઈને રણબીર કપૂર એ પોતાની વાત પર સ્પષ્ટતા કરવી પડી હતી.
પોતાની ભૂલ સમજાઈ જતા રણવીર કપૂર એ એવી સ્પષ્ટતા કરવી પડી કે એશ્વર્યા રાય શ્રેષ્ઠ અદાકારા છે અને તે પારિવારિક મિત્ર પણ છે. એશ્વર્યા ભારતની સૌથી પ્રતિભાશાળી અને સન્માનિત મહિલા છે તે હંમેશા આભારી રહેશે કે એ દિલ હે મુશ્કિલ ફિલ્મમાં તેને ઐશ્વર્યા સાથે કામ કરવાની તક મળી. આમ તેણે આ મોકો ઝડપી લીધો.
રસપ્રદ વાત એ છે કે આ પહેલી ફિલ્મ નથી જ્યારે રણબીર કપૂર અને એશ્વર્યા રાય સાથે હોય. 1999 માં રિલીઝ થયેલી આ અબ લોટ ચલે ફિલ્મથી ઐશ્વર્યા અને રણવીર એકબીજાને ઓળખતા હતા. આ અબ લોટ ચલે ફિલ્મના ડાયરેક્ટર રિષી કપૂર હતા. તે સમયે રણબીર કપૂર આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. આ ફિલ્મથી ઐશ્વર્યા અને રણબીર એકબીજાને ઓળખતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે