Govinda and Sunita Ahuja Divorce: ગોવિંદાના થઈ રહ્યા છે છૂટાછેડા, 37 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવશે!

Govinda and Sunita Ahuja Divorce: ગોવિંદાના અંગત જીવનની વાત કરીએ તો એવા અહેવાલો છે કે તેમના લગ્ન જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. એવા અહેવાલો છે કે ગોવિંદા છૂટાછેડા લઈ શકે છે.
 

 Govinda and Sunita Ahuja Divorce: ગોવિંદાના થઈ રહ્યા છે છૂટાછેડા, 37 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવશે!

Govinda and Sunita Ahuja Divorce:  ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હવે સમાચાર છે કે બંનેના લગ્ન જીવનમાં ખટપટ ચાલી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે ગોવિંદાનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે અને તેના છૂટાછેડા છેલ્લા સ્ટેજમાં છે. 

રિપોર્ટ્સ પ્રમાણે ગોવિંદાનું 30 વર્ષીય એક મરાઠી અભિનેત્રી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. Reddit ની એકપોસ્ટ પ્રમાણે ગોવિંદાના છૂટાછેડા થવાના છે. સુનીતાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાના અફેરની હિંટ આપી હતી. તે બંને અલગ-અલગ ઘરમાં રહે છે કારણ કે તેના શેડ્યૂલ મેચ કરતા નથી. 

પરંતુ ગોવિંદા અને સુનીતા તરફથી છુટાછેડા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હવે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો ગોવિંદા અને સુનીતા જણાવી શકે છે.

ગોવિંદાની સાથે નથી રહેતી સુનીતા?
સુનીતાએ હિંદી રશને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ગોવિંદાની સાથે રહેતી નથી. સુનીતાએ કહ્યું કે મોટા ભાગે તે અલગ-અલગ રહે છે. સુનીતા બાળકોની સાથે ફ્લેટમાં રહે છે. તો ગોવિંદા ફ્લેટની સામે એક બંગલામાં રહે છે.

આ સિવાય સુનીતાએ કહ્યું હતું કે ક્યારેય કોઈ પુરૂષ પર વિશ્વાસ ન કરો. લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થઈ ગયા છે. તે કયાં જશે? પહેલા ક્યારેય ક્યાંય જતા નહોતા અને હવે મને ખબર નથી. સુનીતાએ કહ્યું કે- હું પહેલા ખુબ સિક્યોર હતી, પરંતુ હવે નથી. 60 પછી લોકો વ્યગ્ર બની જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂર્ણ કર્યા છે. કોણ જાણે શું કરી રહ્યો છે.

મહત્વનું છે કે ગોવિંદા અને સુનીતાના લગ્ન 1987માં થયા હતા. બંનેના લગ્ન નાની ઉંમરે થઈ ગયા હતા. તે સમયે સુનીતા માત્ર 18 વર્ષની હતી. સુનીતા અને ગોવિંદાને બે સંતાન ટીના અને યશવર્ધન છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news