Big Breaking: 'પુષ્પા 2' ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ
4 ડિસેમ્બરના રોજ ફિલ્મના સ્ક્રીનિંગ બાદ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનો જીવ ગયો હતો. મહિલાની ઉંમર 35 વર્ષ હતી. આ મામલે અલ્લુ અર્જૂન અને થિયેટર મેનેજમેન્ટ પર કેસ દાખલ થયો હતો.
Trending Photos
એકબાજુ પુષ્પા 2 ફિલ્મ દેશ વિદેશમાં ધુમ મચાવી રહી છે ત્યાં બીજી બાજુ સુપરસ્ટાર અલ્લુ અર્જૂનના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરવાળા કેસ મામલે અલ્લુ અર્જૂનની ધરપકડ થઈ છે. 4 ડિસેમ્બરે ફિલ્મના વિશેષ સ્ક્રિનિંગ દરમિયાન એક ભાગદોડની ઘટના ઘટી જેમાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે અલ્લુ અર્જૂન અને થિયેટરના મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ત્રણ લોકોની ધરપકડ થઈ, જેમાં થિયેટર માલિક પણ સામેલ હતો.
સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ
પુષ્પા 2ના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ધરપકડ થઈ છે. અત્રે જણાવવાનું કે 4 ડિસેમ્બરના રોજ પુષ્પા 2 ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યા પર સંધ્યા થિયેટરમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન થયું હતું. અહીં એડવાન્સ ટિકિટ ખરીદીને લોકો ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. કોઈને ખબર નહતી કે અલ્લુ અર્જૂન પણ આવવાનો છે. પરંતુ અલ્લુ અર્જૂનની ટીમ અચાનક પહોંચી ગઈ. જેવો તે થિયેટરમાં પહોંચ્યો કે તેના પ્રશંસકો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઉમટી પડ્યા જેના કારણે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જેના કારણે અલ્લુ અર્જૂન અને અન્ય પર અપરાધિક બેદરકારીનો આરોપ લાગ્યો.
હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુનની કરી ધરપકડ #hydrabad #Pushpa2 #AlluArjun #arrested #pushpa #ZEE24KALAK pic.twitter.com/0O6Z47pDjK
— Zee 24 Kalak (@Zee24Kalak) December 13, 2024
અલ્લુ અર્જૂને આ ઘટના અંગે તેલંગણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે આ ઘટનામાં તેની કોઈ ભૂલ નહતી. તે ફક્ત દુર્ભાગ્યવશ ત્યાં હાજર હતો. આ અગાઉ પહેલા પણ એક કેસમાં શિલ્પા રવિ રેડ્ડીના ઘરે થયેલી એક ઘટનામાં તે ત્યાં હાજર હતો પરંતુ તે કેસમાં હાઈકોર્ટે તેને રાહત આપી હતી. હવે આ નવા કેસમાં તેની ધરપકડ થઈ ગઈ છે.
#WATCH | Telangana: Actor Allu Arjun has been brought to Chikkadpally police station in Hyderabad for questioning in connection with the case of death of a woman at Sandhya theatre on December 4.
(Outside visuals from the police station) pic.twitter.com/aFfbKeMbCI
— ANI (@ANI) December 13, 2024
અલ્લુ અર્જૂને વ્યક્ત કર્યું હતું દુ:ખ
આ અગાઉ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂને મહિલાના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બુધવારે રાતે 9.30 વાગે પુષ્પા 2 ધ રૂલના પ્રીમીયર વખતે એમ રેવતી નામની મહિલાનું ભાગદોડમાં મોત થયું હતું. અલ્લુ અર્જૂને એક્સ પર ઘટનાનો ઉલ્લેખ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાએ લખ્યું કે સંધ્યા થિયેટરમાં થયેલી દુ:ખદ ઘટનાથી ખુબ દુ:ખી છું. આ કપરા સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. હું તેમને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. શોક મનાવવા માટે તેમની જરૂરિયાતનું સન્માન કરતા હું આ કપરી મુસાફરીમાંથી પસાર થવામાં તેમની દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું.
25 લાખ રૂપિયા આપવાનું વચન
અલ્લુ અર્જૂને મૃત મહિલાના પરિજનોને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા તેમના માટે હાજર રહેશે. અભિનેતાએ પરિવારને સદભાવના તરીકે 25 લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે