1 માર્ચથી આ મહત્વના નિયમોમાં થઈ જશે ફેરફાર, તમારા પર પણ પડશે અસર

1 March New Rules: 1 માર્ચ 2025થી ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે. જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડવાની છે. જો તમે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. આ નિયમ ન માત્ર તમારા રિટર્ન પર અસર કરી શકે છે પરંતુ ટેક્સ અને ઉપાડની રીત પર પણ અસર કરશે. 
 

1 માર્ચથી આ મહત્વના નિયમોમાં થઈ જશે ફેરફાર, તમારા પર પણ પડશે અસર

Business News: ફેબ્રુઆરીનો મહિનો સમાપ્ત થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવામાં એક દિવસ બાકી છે. નવા મહિનાની શરૂઆતથી ઘણા નિયમમાં ફેરફાર થશે. 1 માર્ચ 2025થી જે નિયમો બદલાશે તેની સીધી અસર તમારા પર પડશે. આવો જાણીએ 1 માર્ચથી કયા-કયા ફેરફાર થવાના છે. 

ફિક્સ્ડ ડિપોઝિટ
જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ પોતાની મહેનતની કમાણી સુરક્ષિત રાખવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માર્ચ 2025થી બેંક FDના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ફક્ત તમારા વળતરને અસર કરી શકતા નથી, પરંતુ ટેક્સ અને ઉપાડની પદ્ધતિઓમાં પણ તફાવત લાવી શકે છે. તેથી, જો તમે ભવિષ્યમાં FD કરવાનું વિચારી રહ્યા છો, તો આ ફેરફારોને સમજવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

એફડી પર વ્યાજદરમાં ફેરફાર
મહત્વનું છે કે માર્ચ 2025થી બેંકોએ એફડી પર મળનાર વ્યાજદરમાં કેટલાક ફેરફાર કર્યાં છે. વ્યાજદર ઘટે કે વધી શકે છે, હવે બેંકો તેમની તરલતા અને નાણાકીય જરૂરિયાતો અનુસાર વ્યાજ દરોમાં રાહત મેળવી શકે છે. નાના રોકાણકારો પર અસર, ખાસ કરીને જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરી છે, નવા દરો તેમને અસર કરી શકે છે. નાના રોકાણકારો પર અસર: નવા દરો એવા લોકોને અસર કરી શકે છે જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરી છે.

એલપીજીની કિંમત
દર મહિનાની પહેલી તારીખે ઓયલ કંપનીઓ એલપીજીની કિંમતોની સમીક્ષા કરે છે. તેવામાં 1 માર્ચની સવારે તમને સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે. 

ATF અને CNG-PNG ભાવ
મહત્વનું છે કે દર મહિનાની પ્રથમ તારીખે ઓયલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યૂલ (ATF) અને CNG-PNG ની કિંમતોમાં પણ ફેરફાર કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news