કોરોનાથી ઊભું થયું દવાઓનું સંકટ, 26 દવાઓના એક્સપોર્ટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
ICMRને આવી દવાઓનું રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના API (એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ) માટે ભારત સંપૂર્ણ પણે ચીન પર નિર્ભર છે. પરંતુ ચિંતાની વાત છે કે સમીક્ષામાં સામેલ કરવામાં આવેલી 32 દવાઓનો કોઈ વિકલ્પ નથી.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે સરકારે એક મોટું પગલું ભરતા ઘણી દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણી જરૂરી દવાઓનો સ્ટોક પૂરો થવાનો છે અને ચીનથી દવાઓ બનવવામાં ઉપયોગ થતાં કાચા માલની સપ્લાઈમાં વિઘ્ન છે. તેને જોતા સરકારે 26 દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે, જેથી દેશમાં દવાઓની હાલમાં કમી ન આવે.
દવાઓની નિકાસ પર આ પ્રતિબંધ તાત્કાલીક અસરથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોર ટ્રેડ (DGFT) જારી નોટિફિકેશન પ્રમાણે, પેરાસિટામોલ, ટિનિડેજોલ, મેટ્રોનિડેક્જોલ, વિટામિન બી1, બી12, હોર્મોન પ્રોજેસ્ટેરોન, ક્રોમાફેનિકોલથી બનેલા ફોર્મુલેશન્સ વગેરેના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
India restricts exports of 26 pharma formulations and drugs. #Coronavirus
— ANI (@ANI) March 3, 2020
સરકારે તે મહત્વપૂર્ણ અને જરૂરી દવાઓની ઓળખ કરી છે જેનો સ્ટોક પૂરો થઈ શકે છે. તેમાં એમોક્સિસિલિન, મોક્સિફ્લોક્સાસિન, ડોક્સિસાઇક્લીન જેવા એન્ટીબાયોટિક અને ટીબીની દવા રિફેન્પિસિન સામેલ છે. આ દવાઓને તૈયાર કરવા માટે કાચો માલ ચીનથી આવે છે. પરંતુ કોરોના વાયરસને કારણે સપ્લાઈ પર ખતરો છે. મહત્વનું છે કે 54 દવાઓનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાંથી 32 ખુબ જરૂરી દવાઓ છે. તેમાંથી 15 નોન ક્રિટિકલ કેટેગરીમાં આવે છે.
ICMRને આવી દવાઓનું રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના API (એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિએન્ટ) માટે ભારત સંપૂર્ણ પણે ચીન પર નિર્ભર છે. પરંતુ ચિંતાની વાત છે કે સમીક્ષામાં સામેલ કરવામાં આવેલી 32 દવાઓનો કોઈ વિકલ્પ નથી, જેથી મુશ્કેલીની આશંકા વધી ગઈ છે.
કોરોના વાયરસને કારણે ચીનમાં પ્રોડક્શન ઠપ્પ છે. કંપનીઓએ સાવધાની વરતવાની શરૂ કરી દીધી છે. મેનકાઇન્ડના સીઈઓ આર જી જુનેજાએ જણાવ્યુંક, 'એમાક્સિસિલિન એક મહત્વપૂર્ણ એપીઆઈ છે જેનો મોક્સિકાઇન્ડ-સીવી જેવી એન્ટિબાયોટિક્સના ઉત્પાદનમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં બનેલી સ્થિતિને કારણે દવાઓની કમીની ચિંતા વચ્ચે સેલર્સને મોટા ઓર્ડર આપવામાં આવ્યા છે. એપ્રિલ મધ્ય સુધી આવી સ્થિતિ યથાવત રહી તો દવામાં કમી થઈ જશે.'
આગરાના 13 લોકોમાં જોવા મળ્યા Coronavirusના લક્ષણ, પુણે લેબમાં મોકલ્યા સેમ્પલ, યુપીમાં એલર્ટ જાહેર
દવાઓની સપ્લાઈને લઈને ડોક્ટરોની ચિંતા પણ વધી ગઈ છે. ટીબીની સારવારમાં ઉપયોગ થનારી રિફેન્પિસિન તે જરૂરી દવાઓમાં સામેલ છે, જેના માટે મટીરિયલ્સ ચીનથી આયાત થાય છે. ડોક્ટરોનું કહેવું છે કે તેનો સ્ટોક પૂરો થવો ચિંતાની વાત છે. તેનો સ્ટોક બચાવી રાખવા માટે નિકાસ પર પ્રતિબંધ મહત્વનું પગલું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે