Bank Holidays in March : 5 કે 10 નહીં, માર્ચમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો...એક ક્લિકમાં ચેક કરો સંપૂર્ણ લિસ્ટ

Bank Holidays : માર્ચ મહિનામાં શનિવાર અને રવિવાર ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં હોળી, ઈદ જેવા અનેક મોટા તહેવારોના કારણે બેંકમાં રજા રહેશે. ત્યારે માર્ચમાં કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે, તેના વિશે આ લેખમાં જાણીશું. 

Bank Holidays in March : 5 કે 10 નહીં, માર્ચમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો...એક ક્લિકમાં ચેક કરો સંપૂર્ણ લિસ્ટ

Bank Holidays : બેંક રજાઓનું કેલેન્ડર RBI દ્વારા બહાર પાડવામાં આવે છે. માર્ચ મહિનામાં હોળી, ઈદ જેવા અનેક મોટા તહેવારો આવી રહ્યા છે. તેથી માર્ચ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેવાની છે, તે જાણી લેવું જરૂરી છે. શનિવારથી માર્ચ મહિનો શરૂ થશે. માર્ચ મહિનામાં શનિવાર અને રવિવાર ઉપરાંત દેશના વિવિધ શહેરોમાં કુલ 7 બેંક રજાઓ રહેશે. 

તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં બે મોટા તહેવારો આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થાનિક તહેવારોને કારણે બેંકમાં રજાઓ પણ રહેશે. 14 માર્ચે દેશભરમાં હોળીની રજા રહેશે, જ્યારે ઈદના કારણે દેશના મોટાભાગના શહેરોમાં 31 માર્ચે બેંકો બંધ રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે માર્ચમાં કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે.

શનિવાર અને રવિવારની કુલ 7 રજાઓ રહેશે

8 અને 22 માર્ચે દેશભરની તમામ બેંકો બંધ રહેશે. 8 માર્ચ મહિનાનો બીજો શનિવાર છે, તો 22 માર્ચ મહિનાનો ચોથો શનિવાર હશે. આ સિવાય રવિવારના કારણે 2, 9, 16, 23 અને 30 માર્ચે દેશભરની બેંકોમાં રજા રહેશે. માર્ચમાં 2 શનિવાર અને 5 રવિવાર મળીને કુલ 7 રજાઓ રહેશે.

શનિ-રવિ સિવાય આ દિવસે બેંકો રહેશે બંધ

  • 07 માર્ચ, 2025 - છપચાર કુટ નિમિત્તે મિઝોરમની તમામ બેંકોમાં રજા રહેશે
  • 13 માર્ચ, 2025 -  ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને કેરળમાં હોલિકા દહન અને અટ્ટુકલ પોંગલ માટે તમામ બેંકોમાં રજા રહેશે
  • 14 માર્ચ, 2025 - હોળીના મોટા તહેવારને કારણે ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, મણિપુર, કેરળ અને નાગાલેન્ડ સિવાય દેશની તમામ બેંકો બંધ રહેશે
  • 15 માર્ચ, 2025 - ત્રિપુરા, ઓડિશા, મણિપુર અને બિહારમાં હોળી અને યોશાંગ તહેવાર નિમિત્તે તમામ બેંકોમાં રજા રહેશે
  • 27 માર્ચ, 2025 - શબ-એ-કદરના અવસર પર જમ્મુ-કાશ્મીરની તમામ બેંકોમાં રજા રહેશે
  • 28 માર્ચ, 2025 - જુમત-ઉલ-વિદા નિમિત્તે જમ્મુ-કાશ્મીરની તમામ બેંકોમાં રજા રહેશે
  • 31 માર્ચ, 2025 - ઈદના અવસર પર મિઝોરમ અને હિમાચલ પ્રદેશ સિવાય સમગ્ર દેશમાં તમામ બેંકોમાં રજા રહેશે

તમને જણાવી દઈએ કે બિહારમાં 14, 15 અને 16 માર્ચે બેંકો સતત 3 દિવસ બંધ રહેશે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં 27, 28, 30 અને 31 માર્ચે બેંકોમાં રજા રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news